ગુજરાતી જોક્સ VIII

ઓક્ઝિમોરોન

ઓક્ઝિમોરોન એટલે શું?

જે બે ચીજો એકબીજાથી સાવ વિરુદ્ધ પ્રકારની હોય એવા બે શબ્દોને સાથે વાપરો તો એને ઓક્ઝિમોરોન કહેવાય, તો લો આવા ઓક્ઝિમોરોન વાંચો…

૧) મને તમે એકઝેટ  એસ્ટીમેટ આપો !

૨) તમારી ટાંકી ‘ફુલ્લી એમ્પ્ટી’ છે!

૩) સાહેબ તમારી કલીઅર ‘મિસઅંડરસ્ટેન્ડિંગ’ થાય છે!

૪) ભારતમાં ‘વર્કિંગ ગવર્મેન્ટ’ છે

૫) ઘણા પુરુષો ‘હેપ્પીલી મેરીડ’ હોય છે.

શાદી કબ હોગી?

છોકરા છોકરી એકબીજાને જોઈ લીધા પછી વડીલો વચ્ચે લગ્નની વાતો  ચાલી રહી છે.

લડકેવાલે : લડકી હમે પસંદ હે, શાદી કબ કરેંગે?

લડકીવાલે : લડકી અભી પઢ રહી હૈ.

લડકેવાલે : હમારા લડકા ભી બચ્ચા થોડા હૈ જો  કિતાબે ફાડ દેગા? :P

વન લાઈનર્સ (બુધવારની બપોરેમાંથી)

૧) આપની મોટી બદનસીબી એ નથી કે નિશાન બહુ ઊંચું તાકીએ છીએ અને ચુકી જઈએ છીએ, પ્રોબ્લેમ એ છે કે, નિશાન નીચું રાખીએ છીએ અને તાકી શકીએ છીએ.

૨) બે પ્રકારના લોકો કાયમ નિષ્ફળ જાય છે. એક તો જેઓ કોઈનું સંભાળતા નથી અને બીજા જેઓ બધાનું સાંભળે છે.

૩) આ જમાનામાં આપણે હજી પરમેશ્વરને કેમ માનીએ છીએ??

કારણકે, ‘ગૂગલ’ માં બધા સવાલોના જવાબ નથી મળતા. ;) (this one i got as an SMS)

૪) સારો Accountant એને કહેવાય જેનું માથું ભઠ્ઠીમાં અને પગ બરફની પાટ ઉપર હોય, છતાં રીપોર્ટ આપી શકે કે, ‘એકંદરે વાતાવરણ સારું છે’ :D

૫) પત્નીને ખુશ રાખવાના બે રસ્તા છે:

એક તો, એને એવું લાગવા દો  કે, બધું કામ એ જ કરે છે..

અને બીજું, બધું કામ એને જ કરવા દો. ;)

૬) ઓફીસમાં કોરાકટ ટેબલનો મતલબ એ છે કે, ખાના ખીચોખીચ છે ;)

૭) “શી ખાત્રી તમે શરત મારવાનું છોડી દેશો?”

મારી જુઓ શરત

૮) “હું હમેશા સાચો હોઉં છું” એ સિવાયના મારા બધા ઓપીનીયનો બદલાતા રહેશે.

૯) ઊંઘવાની ગોળી અને જુલાબની ગોળી એક જ રાત્રે ન લેવાય.

૧૦) તમે બહુ ખુલ્લા મનના છો, બહુ આઈડિયા બહાર નીકળી જાય છે.

૧૧) “ભાઈ.. આ તો એક રમત છે ” એવું જીતનારી ટીમવાળા કદી નથી કહેતા!

૧૨) પુરુષ હમેંશા સ્ત્રીનો પહેલો પ્રેમ બનવા માંગે છે અને સ્ત્રી ઈચ્છે છે કે તે પુરુષની  બસ આખરી પ્રેમિકા હોય !

૧૩) તમે એકલતા અનુભવતી વખતે એકલા હો, ત્યારે બહુ ખરાબ કંપનીમાં આવી ગયા કહેવાઓ!

ગુજરાતી જોક્સ VII (સ્માઈલ પર સર્વિસ ટેક્ષ નથી )

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય?

વિચારો…

વિચારો…

હજી વિચારો છો ?

ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?? :D

સ્વચ્છતા અભિયાન

સમાજસેવક એક રેસ્ટોરેન્ટમાં નાસ્તો કરવા ગયા. નાસ્તો કરતાં કરતાં એમણે અચાનક મેનેજરને બોલાવીને કહ્યું “તમારી રેસ્ટોરેન્ટમાં આજ કાલ સ્વચ્છતા પર બહુ ધ્યાન આપવામાં આવતું લાગે છે?

મેનેજર બહુ ખુશ થઇને કહેવા લાગ્યા, ‘ જી સાહેબ, તમને શી રીતે ખ્યાલ આવી ગયો?’

‘બધી જ વાનગીઓમાંથી સાબુનો  સ્વાદ આવે છે!’ :D

બંતાને મેસેજ

બનતા ઓફીસમાં આવ્યોં ત્યારથી બહુ ખુશ દેખાતો હતો.

સંતાએ પૂછ્યું , ‘ક્યાં બાત હૈ , આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’

બંતા: ‘ અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ ‘ આઈ લવ યુ’ કે મેસેજ આ રહે હૈ!’

સંતા: ‘અચ્છા? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ?’

બંતા: કુછ નહિ..આજ મેં મેરી બીવી ક મોબાઈલ લાયા હું ના !’

We human discriminate our selves by cast, colour, region, language, culture and social status still we all smile in the same language.

You don’t know you can make somebody’ day.  Keep Smiling!! :)

ગુજરાતી જોક્સ VI

 

ખોવાયેલી ચેકબુક

બન્તા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’

મેનેજરે કહ્યું, ‘ધ્યાન રાખજો, કોઈ પણ માણસ  એના પર તમારી સહી કરી શકે છે.’

બન્તાએ  છાતી કાઢીને કહ્યું, ‘ એની  બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે!’ :D

બેટી કા હાથ

સન્તાએ એક દિવસ હિંમત કરીને એક પઠાણ આગળ જઈને કહી દીધું, “મેં આપકી બેટી કા હાથ માંગને આયા હૂં!”

પઠાણ એવો ચિડાયો કે સન્તાને ધનાધન ધનાધન મારીને ધોઈ નાંખ્યો. સન્તા માંડ માંડ જમીન પર બેઠા થતાં બોલ્યો:

“ઓ .કે., તો ફિર મેં આપ કી નાં સમઝુ ?”

ગજબ કી ફિલ્મ

એક તોતડો લેખક હતો.

એ એક પ્રોડ્યુસર પાસે ગયો. એણે પ્રોડયુસરને પોતે લખેલી એક ફિલ્મની સ્ટોરી સંભળાવી..

સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહી..

પૂરી થઇ ગયા પછી પ્રોડ્યુસર તોતડા લેખકને ભેટી પડ્યો, ‘ક્યા ગજબ કી સ્ટોરી હૈ! ફિલ્મ કે સારે કિરદાર તોટલે હૈ!!’

મનોચિકિત્સક

મનોચિકિત્સક કોને કહેવાય?

- એક એવો માણસ જે ખુબ મોટા પૈસા લઈને તમે કેવા છો એવું વર્ણન આપે છે, જે તમારી પત્ની તમને રોજ મફતમાં આપતી હોય છે! :P

એક હકીકત

જે લોકો  મોંઘા ભાવની પાવરફુલ ૨૨૫ સીસીની ‘કરીઝમા બાઈક અથવા ૩૫૦ સીસીના પાવરફુલ ‘રોયલ એનફિલ્ડ’ મોટરસાઈકલ ખરીદીને ફરતા હોય છે એમને મોટેભાગે ભર ટ્રાફિકમાં ૮૦ સીસીના ‘સ્કુટી પેપ’ ની પાછળ જવું પડતું હોય છે! :D

અમૂલ્ય…!

નોટબુક: ૩૦ રૂપિયા

રીફીલ : ૦૩  રૂપિયા

પેન્સિલ: ૨ રૂપિયા

કમ્પાસ બોક્સ: ૪૦ રૂપિયા

સ્કુલબેગ: ૧૫૦ રૂપિયા

સ્કુટી: ૨૮૦૦૦ રૂપિયા

…પણ હોમવર્ક ના કર્યું હોય ત્યારે ક્લાસની બહાર આરામથી ઊભા રહેવાનો આનંદ: અમૂલ્ય ! ;)

- ધેર આર સુમ થીન્ગ્સ મની કાંટ બાય… :D

પીડાની હદ

પીડાની પરાકાષ્ઠા શું છે?

એક જ હાથ હોય એવો માણસ ખીણની ધાર પર હાથ વડે લટકી રહ્યો છે..અને એની પૂંઠ પર સખત ખંજવાળ ઊપડી છે!

મોતની પરાકાષ્ઠા શું છે?

એણે પોતાની પૂંઠ ખંજવાળી લીધી! :D

ભવિષ્યવાણી

જ્યોતિષીએ એક યુવાનનો હાથ જોઇને કહ્યું “બેટા, તું ખુબ ભણીશ.”

યુવાને કહ્યું “એ તો છેલ્લા પાંચ વરસથી બારમામાં ભણું છું! મને એ કહો, કે હું પાસ ક્યારે થઈશ?”

– બદલા જો વક્ત, વક્ત કિ રફતાર બદલ ગઈ

સુરજ ઢલા તો શામ કિ સુરત બદલ ગઈ

એક ઉમ્ર તક હમ ઉનકી જરૂરત બને રહે..

ફિર યું હુઆ કે ઉનકી જરૂરત બદલ ગઈ!

એન્જોય.. :)

Knowing where to make an effort

A giant ship engine failed. The ship’s’ owners tried one expert after another, but none of them could figure out how to fix the engine. Then the boy brought in an old man who had been fixing ships since he was young. He carried a large bag of tools with him, and when he arrived, he immediately went to work. He inspected the engine very carefully, top to bottom. Two of the ship’s owners were there, watching this man, hoping he would know what to do. After looking things over, the old man reached into his bag and pulled out a small hammer. He gently tapped something. Instantly, the engine lurched into life. He carefully put his hammer away.

The engine was fixed!

A week later, the owners received  a bill from the old man for ten thousand dollars.

“What?!” the owners exclaimed. “He hardly did anything!” so they wrote the old man a note saying, “Please send us an itemized bill.” The man sent a bill that read:

Tapping with a Hammer………$0002.00

Knowing where to Tap   ………$9998.00

Effort is important, but knowing where to make an effort in your life makes all the difference.

This is Life!

A man noticed a boy drowning. It was evident that the boy did not know swimming. The man dived into the lake. In moments, he caught the boy by his hair and pulled him back to the shore. By then the boy had swallowed a lot of water. The man extended the first aid he knew and the boy started breathing again. Knowing that the boy had been saved, the man moved on.. almost as if he had done nothing. The man would have walked a few steps when he sensed someone holding his leg tight..it was the boy he had just rescued. Holding the  legs of the man, the boy said, “Thank you for saving my life.”

The man smiled at the boy with a lot of affection, held him by his shoulders and said, “My son, it is okay about your thank you, but please make the life i saved worth living.”

દેડકાનો કૂદકો

એક યુવાન દેડકો કુવામાંથી બહાર આવવા માટે કૂદકો લગાવી રહ્યો હતો.

આ જોઇને બીજા કેટલાક ઘરડા દેડકાઓ બુમો પાડવા લાગ્યા “નહિ થાય”, “નહિ થાય”.
આવું કેટલીક વખત બન્યું, છતાં પણ યુવાન દેડકાએ પ્રયત્ન ચાલુ રાખ્યો અને છેવટે તેને સફળતા મળી ગયી કારણ કે તે દેડકો બહેરો હતો. :D

આવું ઘણી વખત આપણી સાથે પણ થાય છે અને આપણે બીજાના મંતવ્યો સાંભળીને આપણા પ્રયત્નો બંધ કરી દઈએ છીએ, શું આપણે એવું કરવું જોઈએ??

એના માટે બહેરા હોવું જરૂરી નથી પણ એ જ વિશ્વાસ સાથે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.

मौत के डर से जीना छोड़ दीया तो वो ज़िन्दगी किस काम की

ગુજરાતી જોક્સ V

૧) આત્મઘાતી આતંકવાદીએ બટન દબાવી દીધું અને જોરદાર ધડાકો થયો.

બીજા દિવસે જ્યારે તેની આંખ હોસ્પિટલમાં ખુલી ત્યારે નર્સને જોઇને બોલ્યો,

“બાકી કી હુર કહાં હૈ?” :D

૨) સરકારી ઓફીસની બહાર એક બોર્ડ આ પ્રમાણે હતું: “અહીં કોઈએ અવાજ કરવો નહિ”

જેની નીચે બીજું એક બોર્ડ કોઈએ લગાવી દીધું, જે આ પ્રમાણે હતું,

“નહીતર આ લોકો જાગીને કામ કરશે” ;)

૩) એક શેઠને પાંચ બાળકો હતા તેમાંથી એક છોકરો બહુ કાળો હતો. શેઠને આ છોકરો પોતાનો ના હોવાની ઘણી વખત શંકા ઉપજતી પણ તે પોતાની પત્નીને કંઇ કહી શકતા નહી.

છેવટે શેઠ જ્યારે મરણ પથારીએ હતા ત્યારે તેમણે હિંમત કરીને પોતાની પત્નીને પૂછી લીધું કે “આપણા બધા છોકરાઓ ગોરા છે અને આ એક જ કાળો છે, મને માફ કરજે પણ શું એ મારો છોકરો છે ?”

શેઠની પત્ની: “એ એક જ છોકરો તમારો છે” :D

યુવાધનને ભેટ

વીતેલા વર્ષોમાં આજના યુવાધનને બે એવી ભેટ મળી છે જે મેળવીને તેઓ હર્ષઘેલા થયા છે:

એક છે આઈપીએલ અને બીજી છે આઈ-પીલ :D

આ ભેટો કેવું ભવિષ્ય લાવશે તે તો જોવું રહ્યું..

ગુજરાતી

એક યહૂદી, એક ડચ અને એક ગુજરાતી- ત્રણ વેપારીઓ એન્ટવર્પની હોટલમાં એક ટેબલ પર આવી ગયા. વટ પાડવા માટે વલંદાએ(ડચે) એકસો ડોલરની નોટ કાઢી તેમાં તમાકુ ભરી સિગાર બનાવી પીધી. તે જોઈ યહૂદીએ હજાર ડોલરની નોટની સિગાર બનાવી. આ બંનેની સામે વટ પાડવા ગુજરાતીએ દસ હજાર ડોલરનો ચેક લખી તેની સિગાર બનાવીને પીધી. ;)

હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ શું કરે?
બ્રિટિશર ઊભો થઈ મેનેજમેન્ટને ફરિયાદ કરી જતો રહે.ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે. મંદીના મારમાં સપડાયેલો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય. દેડકાં-સાપ ખાનાર ચીનો પહેલા માખી ખાઈ જાય પછી ચા પી જાય. આ સમયે જગતનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી ગુજરાતી હોટેલનું બિલ ભરીને પછી મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે. પછી નવી ચા મંગાવે અને બ્રિટિશરે તરછોડેલી ચાનો કબજો મેળવી માખી ચીનાને વેચી દે, ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચે અને પછી વેચાણ અને નુકસાનીનું વળતર ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય. :D

ગુજરાતી માત્ર શ્રેષ્ઠ વેપારી નહિ તેથી પણ વિશેષ છે, તેમ છતાં ગુજરાતીઓની બોલીવુડની ફિલ્મોમાં ઉડાવવામાં આવે છે. આજકાલની સિરીયલોમાં પણ એ પ્રકારનું જ બતાવવામાં આવે છે. તેમાં જેમ બતાવવામાં આવે છે, ગુજરાતીઓ તેટલા બુધ્ધુઓ નથી હોતા. ગુજરાતીઓ ચીપી-ચીપીને નથી બોલતા કે નથી તેઓ વાતવાતમાં ગરબા રમવાની પહેલ કરતાં. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે તથા ગુજરાતી સંસ્ક્રુતિનો એક ભાગ છે. માત્ર પોતાની સિરીયલના ટીઆરપી વધારવા માટે કે સિરીયલ/ ફિલ્મને સસ્તી લોકપ્રિયતા મળે તે માટે આવું ન કરવું જોઈએ.

કેમ ક્યારેય પંજાબી, મરાઠી પ્રજાની સંસ્કુતિની મજાક નથી ઉડાવવામાં આવતી, કારણ કે જો એવું કરવામાં આવે તો ખરાબ પરિણામ આવવાની શકયતાઓ રહેલી છે. ગુજરાતની પ્રજાએ પણ બીજા રાજ્યો જોડેથી શીખ લેવાની જરૂર છે અને ખરેખર આવા લોકોને વાસ્તવિકતાનું ભાન કરાવવાની જરૂર છે.

ગુજરાતી જોકસ-IV

દુર્ઘટના

રાકેશઃ સાહેબ મારો પગાર વધારી દેજો, હવે મારા લગ્ન થવાના છે.
સાહેબઃ ઓફિસની બહાર થતી ઘટના માટે ઓફિસ જવાબદાર નથી.

ડોકટર સાથે બદલો

ગણપતઃ આ ઓપરેશનથી મને કંઇ થઇ જાય તો તું આ ડોકટર સાથે લગ્ન કરી લેજે.
પત્નીઃ આવું કેમ કહી રહ્યા છો?
ગણપતઃ ડોકટર સાથે બદલો લેવાનો આ એક જ રસ્તો છે.

પપ્પા અને ડેડી

પપ્પાઃ દીકરી પહેલાં તું મને પપ્પા કહેતી હતી અને હવે ડેડી કહે છે એની પાછળનું કારણ શું છે?
દીકરીઃ પપ્પા બોલવાથી મારી લિપસ્ટીક ખરાબ થઈ જાય છે. :D