Month: January 2009

સંબંધ

કતઅ કીજે તઅલ્લુક હમ સે,
કુછ નહી હૈ તો અદાવત હી સહી”  – ગાલિબ

સંબંધો સારા અથવા ખરાબ હોઇ શકે છે. આપણે કોઈ ને ધિક્કારીએ તો પણ દુશ્મનીનો સંબંધ જાળવતા હોઇએ છીએ, જ્યારે કોઇ પણ સંપર્ક રહે તેને સંબંધોની ગેરહાજરી કહી શકાય. શેરમાં ગાલિબ વાત પર ભાર મૂકે છે કે સંબંધ રહેવો જરૂરી છે ભલે પછી તે શત્રુતાનો કેમ ના હોય. પ્રેમની અપેક્ષા બાદ એવી સ્થિતિ ઉત્પન્ન થાય જ્યાં પ્રેમ નથી રહ્યો ત્યારે શાયર કહે છે કે મારી સાથેનો સંબંધ (તઅલ્લુક) તોડી નાખશો, ભલે આપણી વચ્ચે હવે કંઇ રહ્યું નથી તો પણ દુશ્મની(અદાવત)નો સંબંધ જાળવી શકાય છે. સંબંધોની શૂન્યતા કરતા દુશ્મનીનો સંબંધ સારો છે.

મિત્રો આપણા જીવનમાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે જે તે સંબંધનો અંત લાવી દઈએ છીએ, પણ શું સંબંધનો અંત લાવવા માટે સંબંધની શરૂઆત થઈ હતી? એવુ કરતાં પહેલા એક વખત જરૂર વિચારશો. 🙂

તમને તો ખબર જ છે

એક વખત એક કાકા પાલતુ પ્રાણીઓની દુકાન પાસેથી પસાર થતા હતા, ત્યાં પાંજરામાં રાખેલો પોપટ એ જોઇને બોલ્યો એય ટકલુ બોડિયા. આ સાંભળીને કાકા ગુસ્સે થઈ ગયા, પણ કંઇ બોલ્યા વગર ત્યાંથી જતા રહ્યા.

બીજા દિવસે પણ ફરી એવુ જ બન્યુ. ત્રીજા દિવસે ફરી પાછો પોપટ બોલ્યો, “એય ટકલુ બોડિયા”, આ સાંભળી કાકા દુકાનદારને મળ્યા અને પોપટ વિષે ફરીયાદ કરી. ફરી પાછા એ કાકા ત્યાંથી પસાર થયા, આ વખતે પોપટ કંઇ ન બોલ્યો એટલે કાકાએ પુછ્યુ કેમ તારી બોલતી બંધ થઈ ગઈ!! પોપટ બોલ્યો, ‘કાકા તમને તો ખબર જ છે, મારે તમને કંઈ કહેવાની જરૂર છે?‘ 😉

ગુજરાતી-Jokes

મિત્રો આ મારી પ્રથમ પોસ્ટ છે, અને આશા રાખું છું કે તમને નીચે આપેલા ટુચકાઓ ગમશે, પણ એવું જરૂરથી બની શકે કે તમે તે ક્યાંય વાંચ્યા હોય..

ટૅકનોલોજીની આડ અસર

ડેડી એના દીકરાને ઈ-મેઈલ કરે છેઃ
“દીક્રરા, તું કેમ છે? તને જોયાને કેટલો સમય થઈ ગયો?  હું અને તારી મમ્મી તને જોવા માટે તલસી રહ્યા છીએ, માટે, હવે તારુ કોમ્પ્યુટર બન્ધ કર, અને નીચે જમવા આવ!”

હાઈટ ઓફ..

હાઈટ ઓફ ફેશન..’ઝીપ’ વાળી ધોતી!
હાઈટ ઓફ સિક્રસી (ગુપ્તતા)..કોરું વિઝીટિંગ કાર્ડ્.
હાઈટ ઓફ લેઝીનેસ (આળસ)..કોરા પેપરની પણ ઝેરોક્ષ મારી લેવી.  😀
હાઈટ ઓફ સ્ટુપિડીટી (બાઘઈ)..કાચના દરવાજાના કાણામાંથી જાસૂસી કરવી.
હાઈટ ઓફ ઓનેસ્ટી (પ્રામાણિકતા)..એક સગર્ભા સ્ત્રી દોઢ ટિકીટ ખરીદે છે.
હાઈટ ઓફ સ્યુસાઈડ (આત્મહત્યા)..ફુટપાથ પરથી રોડ પર કુદકો મારવો! 😉
હાઈટ ઓફ ડી-હાઈડ્રેશન (પાણી સુકાઈ જવું..એક ગાય દુધને બદલે સીધો મિલ્ક પાવડર આપે છે!

તાલિબાનીના લક્ષણો


તાલિબાનના ખુંખાર સૈનિક હોવું કંઇ જેવી તેવી વાત નથી. શું તમારામાં તાલિબાની બનવાના
લક્ષણો છે ખરા? ઓ.કે. ચકાસી લો!

તમે તાલિબાની છો, જો…

  • તમારા દાંત કરતાં તમારી પત્નીઓ વધારે હોય.
  • તમારી પાસે રૂ.૫૦૦૦ ડોલરનું રોકેટ લોન્ચર છે, પણ નવાં જુત્તા ખરીદવાના પૈસા નથી.
  • તમે ચરસ, ગાન્જો, હેરોઈન વગેરેની હેરાફેરીનો ધંધો બિન્દાસ કરી શકો છો, પ શરાબને અડવામાં પાપ સમજો છો.
  • તમારા હિસાબે જાકિટ માત્ર બે જાતના હોય છેઃ એક, બુલેટપ્રુફ અને બીજું આત્મઘાતી બોમ્બવાળું.

દુનિયા ગોળ છે..

ઉંદર માણસથી ડરે છે, માણસ એની પત્નીથી ડરે છે, પત્ની ઉંદરથી ડરે છે..

આશા રાખું છું કે તમને મજા આવી હશે, અને જો મજા આવી હોય તો કોમેન્ટસ જરૂરથી આપશો, બાકીની મજા બીજી વખત લઈશું..  🙂