Month: April 2009

ગુજરાતી Jokes-III

મંદીની ટીપ્સ

એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છેઃ

“જો તમે જરૂર ના હોય એવી ચીજો તમે ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે ‘વેચવી’ પડશે!”

નોન-વેજ એસએમએસ

હવે પછીનો મેસેજ નોન-વેજ છે. ધ્યાનથી વાંચીને તરત ડીલીટ કરી નાંખજોઃ
…..
…..
…..
…..
-એક કાકા ચિકન મસાલા ખાઈ રહ્યા હતા!

સદીએ સદીએ મમ્મી

૧૭મી સદીની મમ્મી એના દીકરનેઃ
“બેટા, આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે”

૧૮મી સદીની મમ્મીઃ
“બેટા, આપણી જ્ઞાતિવાળી છોકરી સાથે લગ્ન કરજે”

૧૯મી સદીની મમ્મીઃ
“બેટા, આપણી પેટા-જ્ઞાતિવાળી છોકરી સાથે લગ્ન કરજે”

૨૦મી સદીની મમ્મીઃ
“વાધો નહિ બેટા, આપણા દેશની છોકરી સાથે લગ્ન કરજે”

૨૧મી સદીની મમ્મીઃ
“મને દેશ, કુળ, જ્ઞાતિ, પેટા-જ્ઞાતિ કે ધર્મની ચિંતા નથી..પણ બેટા, તું કોઈ છોકરી જોડે જ લગ્ન કરજે!”

ગુજરાતી-Jokes-II

Expectation from Google

મહેશ : ઈન્ટરનેટમાં ‘ગુગલ’ પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.

સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.

મહેશ : એ કોણ છે ?

સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી…. કદાચ ગુગલમાં મળી જાય !

યાદશક્તિ

નેવું વરસનાં અમેરીકન કાકા કાકી વચ્ચેનો સંવાદ

કાકા: હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?

કાકી: આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.

કાકા: ના, ના, યાદ રહેશે.

કાકી: ઉપર સ્ટ્રોબેરી મુકશો?

કાકા: ચોક્કસ.

કાકી: લખી લો ને. ભુલી જશો.

કાકા: અરે, એમ તે હોય?

કાકી: તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો લખી જ લો, ભુલી જવાશે.

કાકા: અરે! અમે કોણ ? સીપાઈ બચ્ચા.

અડધો કલાક પછી, કાકા બોડું માથું ખંજવાળતાં; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા.

કાકી: જો હું કહેતી હતી ને ? ભુલી જ ગયા ને? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું?

સુખી લગ્નજીવનનું રહસ્ય

એક વખત એક પત્રકારે લાલુપ્રસાદ યાદવને પુછયું કે, “સર તમારા સુખી લગ્નજીવનનું રહસ્ય શું છે?”

લાલુપ્રસાદ યાદવ : રાબડીદેવીને મોબાઈલ વાપરતા નથી આવડતું !!

3/\/J0! 🙂