જિંદગી એક પહેલી…

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.
શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.
ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.
સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.
આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

-સ્નેહા પટેલ “અક્ષિતારક”

આવી જ બીજી ઘણી રચનાઓ તમે અક્ષિતારક ( સ્નેહાબેનના) બ્લોગ પરથી માણી શકશો.  તેમની આ કવિતા મારા બ્લોગ પર મુકવા દેવાની પરવાનગી આપવા બદલ હું સ્નેહાબેનનો આભારી રહીશ.

8 comments

 1. ખૂબ ખૂબ આભાર મિત્ર..તમારા જેવા મિત્રોએ જ મને લખતી કરી છે. બાકી તો હું પણ મારી ડાયરીમાં જ લખતી હતી.તમારા જેવા મિત્રોની હું હંમેશા ૠણી રહીશ.મારી કવિતાને તમારા બ્લોગ પર સ્થાન આપવા જેટલી લાયક ગણવા બદલ આભાર.
  સ્નેહા-અક્ષિતારક.

 2. આપની કવિતા “જીન્દગીની શતરંજ “સમજાવી જાય છે. ગુડ લક આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ. જીન્દગી એક બાર મિલતી હૈ ઉસે પ્યાર કરો

 3. jindgi ma prem ek evi maya che ke ji anubhve tej samji sake ane atyrni jindgi ma prem etle piiso che , manash teni milkat ane tenu rup joine prem kare che parntu e matra dekhav che,ane ennu man vare gadie anek chahera par rahya kare che shu aa prem che?maro pan aa ek prasan che teno javab mane santosh karak madyo nathi

 4. i am sorry . not agree with this, life is about vision and depends upon the way you see mam, what i know is its beautiful and live every moment with positive attitude because its gods gift .Just think and try to find beauty in each object on this earth……………………………………………………………………..parag raval

 5. @ parag…me eklu negative nathi lakhyu dost…read carefully…

  રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

  શક્ય-અશક્ય

  કાળી ધોળી

  નફરત અને પ્રેમ

  દોસ્તો અને દુશ્મનો…aam bey baju batavi che…chelle to almst manvi chelli line jevu j feel kare k…are…bahu badhu karyu pan bahu badhu rahi gayu life ma….adtha par ni to life vedfi kadi aam j…:-(

 6. સ્નેહાબેન કદાચ પરાગભાઈએ અમુક લાઈન વાંચીને કમેન્ટ કરી લાગે છે. 🙂

 7. એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
  ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી……. zindginu aakhari satya murtyu che………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s