૧) આત્મઘાતી આતંકવાદીએ બટન દબાવી દીધું અને જોરદાર ધડાકો થયો.
બીજા દિવસે જ્યારે તેની આંખ હોસ્પિટલમાં ખુલી ત્યારે નર્સને જોઇને બોલ્યો,
“બાકી કી હુર કહાં હૈ?” 😀
૨) સરકારી ઓફીસની બહાર એક બોર્ડ આ પ્રમાણે હતું: “અહીં કોઈએ અવાજ કરવો નહિ”
જેની નીચે બીજું એક બોર્ડ કોઈએ લગાવી દીધું, જે આ પ્રમાણે હતું,
“નહીતર આ લોકો જાગીને કામ કરશે” 😉
૩) એક શેઠને પાંચ બાળકો હતા તેમાંથી એક છોકરો બહુ કાળો હતો. શેઠને આ છોકરો પોતાનો ના હોવાની ઘણી વખત શંકા ઉપજતી પણ તે પોતાની પત્નીને કંઇ કહી શકતા નહી.
છેવટે શેઠ જ્યારે મરણ પથારીએ હતા ત્યારે તેમણે હિંમત કરીને પોતાની પત્નીને પૂછી લીધું કે “આપણા બધા છોકરાઓ ગોરા છે અને આ એક જ કાળો છે, મને માફ કરજે પણ શું એ મારો છોકરો છે ?”
શેઠની પત્ની: “એ એક જ છોકરો તમારો છે” 😀
Advertisements