ગુજરાતી જોક્સ VI

 

ખોવાયેલી ચેકબુક

બન્તા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’

મેનેજરે કહ્યું, ‘ધ્યાન રાખજો, કોઈ પણ માણસ  એના પર તમારી સહી કરી શકે છે.’

બન્તાએ  છાતી કાઢીને કહ્યું, ‘ એની  બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે!’ 😀

બેટી કા હાથ

સન્તાએ એક દિવસ હિંમત કરીને એક પઠાણ આગળ જઈને કહી દીધું, “મેં આપકી બેટી કા હાથ માંગને આયા હૂં!”

પઠાણ એવો ચિડાયો કે સન્તાને ધનાધન ધનાધન મારીને ધોઈ નાંખ્યો. સન્તા માંડ માંડ જમીન પર બેઠા થતાં બોલ્યો:

“ઓ .કે., તો ફિર મેં આપ કી નાં સમઝુ ?”

ગજબ કી ફિલ્મ

એક તોતડો લેખક હતો.

એ એક પ્રોડ્યુસર પાસે ગયો. એણે પ્રોડયુસરને પોતે લખેલી એક ફિલ્મની સ્ટોરી સંભળાવી..

સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહી..

પૂરી થઇ ગયા પછી પ્રોડ્યુસર તોતડા લેખકને ભેટી પડ્યો, ‘ક્યા ગજબ કી સ્ટોરી હૈ! ફિલ્મ કે સારે કિરદાર તોટલે હૈ!!’

મનોચિકિત્સક

મનોચિકિત્સક કોને કહેવાય?

– એક એવો માણસ જે ખુબ મોટા પૈસા લઈને તમે કેવા છો એવું વર્ણન આપે છે, જે તમારી પત્ની તમને રોજ મફતમાં આપતી હોય છે! 😛

એક હકીકત

જે લોકો  મોંઘા ભાવની પાવરફુલ ૨૨૫ સીસીની ‘કરીઝમા બાઈક અથવા ૩૫૦ સીસીના પાવરફુલ ‘રોયલ એનફિલ્ડ’ મોટરસાઈકલ ખરીદીને ફરતા હોય છે એમને મોટેભાગે ભર ટ્રાફિકમાં ૮૦ સીસીના ‘સ્કુટી પેપ’ ની પાછળ જવું પડતું હોય છે! 😀

અમૂલ્ય…!

નોટબુક: ૩૦ રૂપિયા

રીફીલ : ૦૩  રૂપિયા

પેન્સિલ: ૨ રૂપિયા

કમ્પાસ બોક્સ: ૪૦ રૂપિયા

સ્કુલબેગ: ૧૫૦ રૂપિયા

સ્કુટી: ૨૮૦૦૦ રૂપિયા

…પણ હોમવર્ક ના કર્યું હોય ત્યારે ક્લાસની બહાર આરામથી ઊભા રહેવાનો આનંદ: અમૂલ્ય ! 😉

– ધેર આર સુમ થીન્ગ્સ મની કાંટ બાય… 😀

પીડાની હદ

પીડાની પરાકાષ્ઠા શું છે?

એક જ હાથ હોય એવો માણસ ખીણની ધાર પર હાથ વડે લટકી રહ્યો છે..અને એની પૂંઠ પર સખત ખંજવાળ ઊપડી છે!

મોતની પરાકાષ્ઠા શું છે?

એણે પોતાની પૂંઠ ખંજવાળી લીધી! 😀

ભવિષ્યવાણી

જ્યોતિષીએ એક યુવાનનો હાથ જોઇને કહ્યું “બેટા, તું ખુબ ભણીશ.”

યુવાને કહ્યું “એ તો છેલ્લા પાંચ વરસથી બારમામાં ભણું છું! મને એ કહો, કે હું પાસ ક્યારે થઈશ?”

— બદલા જો વક્ત, વક્ત કિ રફતાર બદલ ગઈ

સુરજ ઢલા તો શામ કિ સુરત બદલ ગઈ

એક ઉમ્ર તક હમ ઉનકી જરૂરત બને રહે..

ફિર યું હુઆ કે ઉનકી જરૂરત બદલ ગઈ!

એન્જોય.. 🙂

Advertisements

2 comments

 1. haahaa…ha….very nice.
  બહુ વખતથી બ્લોગ પર આવ્યા નથી દોસ્ત..હવે થોડુ ગદ્ય લખવાનો ટ્રાય કરું છુ.આશા છે એ પણ તમે પદ્ય જેટલા પ્રેમ થી જ વધાવ્શો…
  http://akshitarak.wordpress.com/

  દિવસ કુશ્ળ-મંગળ રહે.
  સ્નેહા-અક્ષિતારક

 2. આભાર સ્નેહાબેન.
  હું અવારનવાર તમારા બ્લોગની મુલાકાત લઉં છું અને તમારી રચનાઓ માણું છું અને પ્રતિભાવ ના આપી શકવા બદલ દિલગીર છું. આપ બસ આ રીતે જ લખવાનું ચાલુ રાખશો એવી મારી વિનંતી છે. 🙂

  નિલેશ ઠક્કર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s