નવી ટ્રેનિંગ
બિગ બોસમાં મહેમાન બની ચુકેલી પોર્નસ્ટાર સની લિયોને આજકાલ હિન્દી બોલવાનું શીખી રહી છે.
– બિચ્ચારી! એ એમ સમજે છે કે મર્ડર- 2 માં મહેશ ભટ્ટ એને ડાયલોગ બોલવાનું કહેશે!
દે ધનાધન
પત્ની મોડી રાત્રે ઘરનો દરવાજો ચુપચાપ ખોલીને સીધી બેડરૂમમાં પહોંચે છે. ધાબળા નીચે એને બે ને બદલે ચાર પગ દેખાય છે. એ કબાટ નીચેથી બેઝબોલનું બેટ કાઢે છે અને ધાબળા નીચે સૂતેલા બંને જણને ઝૂડી નાખે છે. ગુસ્સા અને થાકથી એને તરસ લાગે છે. એ કિચનમાં ફ્રીજ ખોલીને પાણી પીતી હોય ત્યાં પાછળથી એનો પતિ આવીને કહે છે:
“કલાક પહેલાં જ તારા મમ્મી પપ્પા આવ્યા, મેં એમને સૂવા આપણો બેડરૂમ આપ્યો છે. તું મળી કે નહી, એમને?”
સરખામણી
ઇન્ડિયન ટીમ અને ડ્રાઈવિંગ લાઈસન્સ વચ્ચે શું સામ્યતા છે?
– બંને ઇન્ડિયામાં જ ચાલે, ફોરેનમાં નકામાં!
હાઉસ ફૂલ
બિચારા રાહુલ ગાંધી બૂમો પાડીને કહી રહ્યા છે કે, “કોંગ્રેસમાં ભ્રષ્ટાચારીઓ માટે જગ્યા નથી..”
– પણ એનાં કરતાં એક કામ કરોને, બહાર એક બોર્ડ મારી દો : “હાઉસ ફૂલ”
સીરીયસલી..
જ્યાં સુધીમાં માણસને ભાન થાય છે કે એના બાપા સાચા હતા, ત્યાં સુધીમાં એનો દિકરો એટલો મોટો થઇ ગયો હોય છે કે એનો બાપ ખોટો છે.
LOL! @ “Bhrashtachariyo maate jagya nathi” and @ “Sunny Leone” =)))