શેર

यादें

उजाले अपनी यादों के हमारे साथ रहने दो,
न जाने किस गली में जिन्दगी की शाम हो जाये

– बशीर ‘बद्र’

ભવિષ્ય વિશે કોઈ ચોકકસ આગાહી કરી શકાતી નથી અને જીવનની રફતાર કયારે બદલાઈ જશે તે નક્કી નથી. આ શેરમાં શાયર કહે છે કે તમારી યાદોના અજવાળાને મારી સાથે રહેવા દો. કોને ખબર કઈ ગલીમાં જીવનસંધ્યાથી મુલાકાત થઈ જાય. જીવનનો અંતિમ પડાવ એક એવી સ્થિતી છે જ્યાં બીજાઓનો સહકાર મળે કે ન મળે તો પણ પોતાની યાદો એક મજબૂત સહારો બની જાય છે. જીવનનો સૂર્યાસ્ત નજીક આવે, ત્યારે કોઈની પાસે અપેક્ષા રાખ્યા વિના, આ છવાતા અંધકારમાં યાદોનો ઉજાસ છેક સુધી સાથ આપે છે. મારા બધા સહારા ભલે ઝૂંટવાઈ જાય પણ મારી યાદોથી મને બેખબર નહીં કરતા, છેવટે આ યાદોનો સહરો જ જીવનસંધ્યાનો ઉજાસ બને છે.