Uncategorized

અમૃત ઘાયલ

મિત્રો અહીં હું મને ગમતી ઘાયલ સાહેબની એક રચના રજૂ કરું છું, જે કદાચ તમે કયાંક વાંચી કે સાંભળી હશે.

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

આ રચના કદાચ મારા ધ્યાનમાં ન આવી હોત, પણ ઓરકુટ પરની અમૃત ઘાયલની કોમ્યુનિટી કે જેના પર  Juliet નામના એક સદસ્યએ મુકેલી આ રચના મારા ધ્યાનમાં આવી. આ માટે હું સદાય Juliet નો અને તે કોમ્યુનિટીના Owner નો આભારી રહીશ કે જેમણે આ કોમ્યુનિટી શરૂ કરી.

Advertisements

વર્તન

ઘણી વખત એવું બને છે કે લોકો કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તે રીતે વર્તન કરતા હોય છે, વારંવાર તે વ્યક્તિની મજાક ઉડાવતા હોય છે. સસ્તી લોકપ્રિયતા મેળવવા કે પોતાની જાતને બીજા કરતાં હોંશિયાર બતાવવા માટે લોકો આવું કરતા હોય છે. આવા વર્તનથી કે મજાકથી એ વ્યક્તિને કેવું લાગ્યુ હશે એનો ખ્યાલ આવું વર્તન કરનારને ન આવે.

“બીજા પ્રત્યે તમે કેવું વર્તન કરો છો એ તમે તમારી જાતને તે વ્યક્તિની જગ્યાએ ગોઠવીને વિચારી જુઓ તો જ ખ્યાલ આવે છે”

પ્રેક્ષકની દેશભક્તિ

એક વખત વસીમ જાફર અમદાવાદ ક્રિકેટ મેચ રમવા આવ્યો. આખા દિવસના અંતે તેણે માંડ માંડ ૫૦ રન પુરા કર્યા. મેચ દરમિયાન એક છોકરો જોર જોરથી બુમો પાડતો હતો અને વસીમ જાફરને રમવા માટે પ્રોત્સાહન પુરુ પાડતો હતો.

મેચ પુરી થયા પછી વસીમ જાફર એ છોકરાના પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તમારો છોકરો તો સાચો દેશભક્ત છે. આખી મેચ દરમિયાન ઊભો થઈ થઈને વંદે માતરમની બુમો પાડતો હતો. એ છોકરાના પિતાએ કહ્યું કે એ વંદે માતરમની બુમો ન હતો પાડતો, પણ કહેતો હતો કે “વન-ડે” માં તો રમ. 🙂

સંબંધ

કતઅ કીજે તઅલ્લુક હમ સે,
કુછ નહી હૈ તો અદાવત હી સહી”  – ગાલિબ

સંબંધો સારા અથવા ખરાબ હોઇ શકે છે. આપણે કોઈ ને ધિક્કારીએ તો પણ દુશ્મનીનો સંબંધ જાળવતા હોઇએ છીએ, જ્યારે કોઇ પણ સંપર્ક રહે તેને સંબંધોની ગેરહાજરી કહી શકાય. શેરમાં ગાલિબ વાત પર ભાર મૂકે છે કે સંબંધ રહેવો જરૂરી છે ભલે પછી તે શત્રુતાનો કેમ ના હોય. પ્રેમની અપેક્ષા બાદ એવી સ્થિતિ ઉત્પન્ન થાય જ્યાં પ્રેમ નથી રહ્યો ત્યારે શાયર કહે છે કે મારી સાથેનો સંબંધ (તઅલ્લુક) તોડી નાખશો, ભલે આપણી વચ્ચે હવે કંઇ રહ્યું નથી તો પણ દુશ્મની(અદાવત)નો સંબંધ જાળવી શકાય છે. સંબંધોની શૂન્યતા કરતા દુશ્મનીનો સંબંધ સારો છે.

મિત્રો આપણા જીવનમાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે જે તે સંબંધનો અંત લાવી દઈએ છીએ, પણ શું સંબંધનો અંત લાવવા માટે સંબંધની શરૂઆત થઈ હતી? એવુ કરતાં પહેલા એક વખત જરૂર વિચારશો. 🙂

તમને તો ખબર જ છે

એક વખત એક કાકા પાલતુ પ્રાણીઓની દુકાન પાસેથી પસાર થતા હતા, ત્યાં પાંજરામાં રાખેલો પોપટ એ જોઇને બોલ્યો એય ટકલુ બોડિયા. આ સાંભળીને કાકા ગુસ્સે થઈ ગયા, પણ કંઇ બોલ્યા વગર ત્યાંથી જતા રહ્યા.

બીજા દિવસે પણ ફરી એવુ જ બન્યુ. ત્રીજા દિવસે ફરી પાછો પોપટ બોલ્યો, “એય ટકલુ બોડિયા”, આ સાંભળી કાકા દુકાનદારને મળ્યા અને પોપટ વિષે ફરીયાદ કરી. ફરી પાછા એ કાકા ત્યાંથી પસાર થયા, આ વખતે પોપટ કંઇ ન બોલ્યો એટલે કાકાએ પુછ્યુ કેમ તારી બોલતી બંધ થઈ ગઈ!! પોપટ બોલ્યો, ‘કાકા તમને તો ખબર જ છે, મારે તમને કંઈ કહેવાની જરૂર છે?‘ 😉