જોકસ

ગુજરાતી જોકસ XV

નવી ટ્રેનિંગ

બિગ બોસમાં મહેમાન બની ચુકેલી પોર્નસ્ટાર સની લિયોને આજકાલ હિન્દી બોલવાનું શીખી રહી છે.

– બિચ્ચારી! એ એમ સમજે છે કે મર્ડર- 2 માં મહેશ ભટ્ટ એને ડાયલોગ બોલવાનું કહેશે!

દે ધનાધન

પત્ની મોડી રાત્રે ઘરનો દરવાજો ચુપચાપ ખોલીને સીધી બેડરૂમમાં પહોંચે છે. ધાબળા નીચે એને બે ને બદલે ચાર પગ દેખાય છે. એ કબાટ નીચેથી બેઝબોલનું બેટ કાઢે છે અને ધાબળા નીચે સૂતેલા બંને જણને ઝૂડી નાખે છે. ગુસ્સા અને થાકથી એને તરસ લાગે છે. એ કિચનમાં ફ્રીજ ખોલીને પાણી પીતી હોય ત્યાં પાછળથી એનો પતિ આવીને કહે છે:

“કલાક પહેલાં જ તારા મમ્મી પપ્પા આવ્યા, મેં એમને સૂવા આપણો બેડરૂમ આપ્યો છે. તું મળી કે નહી, એમને?”

સરખામણી

ઇન્ડિયન ટીમ અને ડ્રાઈવિંગ લાઈસન્સ વચ્ચે શું સામ્યતા છે?

– બંને ઇન્ડિયામાં જ ચાલે, ફોરેનમાં નકામાં!

હાઉસ ફૂલ

બિચારા રાહુલ ગાંધી બૂમો પાડીને કહી રહ્યા છે કે, “કોંગ્રેસમાં ભ્રષ્ટાચારીઓ માટે જગ્યા નથી..”

– પણ એનાં કરતાં એક કામ કરોને, બહાર એક બોર્ડ મારી દો : હાઉસ ફૂલ

સીરીયસલી..

જ્યાં સુધીમાં માણસને ભાન થાય છે કે એના બાપા સાચા હતા, ત્યાં સુધીમાં એનો દિકરો એટલો મોટો થઇ ગયો હોય છે કે એનો બાપ ખોટો છે.

ગુજરાતી જોકસ XIV

બિ પોઝિટીવ

જીવનમાં કંઇક પોઝિટીવ નીકળવાની આશા ક્યારે ના રાખવી જોઈએ?

– જ્યારે એચઆઈવીનો ટેસ્ટ આપ્યો હોય ત્યારે!

નર્સ અને બાબો

નર્સે બાબાને તપાસતી વખતે કહ્યું, ‘ચાલો ઊંડો શ્વાસ લો..શ્વાસ મુકો..ઊંડો શ્વાસ લો..શ્વાસ મુકો…

બોલો કેવું લાગે છે?’

બાબો : સુપર્બ! તમારું બોડી સ્પ્રે મસ્ત છે!

ગુજરાતી જોકસ XIII

ઊંઘવાનો ઈલાજ

આજના વિદ્યાર્થીઓ ધ્યાનથી વાંચે :

‘ જો દુનિયાના તમામ શ્રેષ્ઠ સંગીતકારો ભેગા થઈને એવી મધુર ધૂન બનાવે જેનાથી ભલભલાને

ઊંઘ આવી જાય..છતાં પણ “ટેક્સ્ટ બૂક” ને તો નાં જ હરાવી શકે!’

બર્ડ ફ્લુ

બન્તાનો છોકરો છ દિવસ પછી નિશાળે ગયો.

ટીચરે પૂછ્યું, “ક્યાં હતો?”

છોકરો બોલ્યો, “મને બર્ડ ફ્લુ થયો હતો"

ટીચર કહે : “ડફોળ, બર્ડ ફ્લુ કંઇ માણસોને થોડો થાય?”

આ સાંભળતા જ બન્તાનો દીકરો ચોધાર આંસુએ રડતો રડતો ડાયલોગ મારવા લાગ્યો,

‘આપને મુઝે ઇન્સાન સમઝા હી કબ હૈ, સર? રોજ તો મુઝે મુરગા બના દેતે હો..’

લેટેસ્ટ ફિલ્મ

ફિલ્મ : સાત સ્કેમ માફ

કલાકારો : એ. રાજા, સુરેશ કલમાડી, શરદ પવાર, અશોક ચૌહાણ, કરુણાનિધિ, થોમસ, શાહિદ બળવા અને સેંકડો સરકારી અફસરો.

મહેમાન કલાકારો : રતન ટાટા, નીરા રાડિયા

કથા-પટકથા : સીબીઆઈ

અંધ દિગ્દર્શક : મનમોહનસિંહ

પ્રસ્તુતકર્તા: સોનિયા ગાંધી

નિર્માતા: (જેના રૂપિયા વપરાય છે તે) ભારતની ભોળી જનતા

નિદાન

એક ૮૦ વરસના ડોસા ડોક્ટર પાસે જઈને કહેવા લાગ્યા, “મારી ૨૨ વર્ષની પત્ની પ્રેગ્નેન્ટ છે.”

ડોક્ટર કહે, “એક વાર્તા સાભળો. એક વાર એક શિકારી જંગલમાં બંદુકને બદલે છત્રી લઈને જતો રહ્યો. સામેથી વાઘ આવ્યો. શિકારીએ છત્રીમાંથી ગોળી ચલાવી. વાઘ મરી ગયો.”

ડોસા: ” આ તો ઈમ્પોસિબલ છે. ગોળી કોઈ બીજાએ ચલાવી હશે.”

ડોક્ટર: Eggjhectly!! 😀

ગુજરાતી જોક્સ XII

ડબલ હાર્ટ એટેક

પ્રેમીને ડબલ હાર્ટ એટેક ક્યારે આવે છે?

પહેલો: જ્યારે પ્રેમિકાનો મેસેજ આવે કે ‘આપણે હવે છુટા પડીએ તો બહેતર છે.’

બીજો: જ્યારે એ જ પ્રેમિકાનો મેસેજ આવે કે, ‘સોરી પેલો મેસેજ તારા માટે નહતો’.

સન્માન

દિલ્હીનો જૈન સમાજ શરદ પવારનું સન્માન કરવા માગે છે, કારણ કે

જૈનો જે વર્ષોથી નથી કરી શક્યા તે શરદ પવારે બે મહિનામાં કરી બતાવ્યું,

‘લોકોને ડુંગળી ખાતા બંધ કરી દીધા‘

સાસુ અને જમાઈ

કડકાસિંહ સાસરે ગયા. સાસુજીએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.

આઠમા દિવસે  સાસુ પૂછે છે કે ‘જમાઈ આજે શું ખાશો?’

ક્દ્કાસિંહ કહે છે ‘ખેતર બતાડી દો, જાતે જઈને ચરી આવું છું.’

‘જૂઠ’

જૂઠું બોલવું એ..

બાળક માટે ગુનો છે.

નોકરીયાત માટે જરૂરીયાત છે.

કુંવારા માટે કાબેલિયત છે.

અને પરણેલા માટે લગ્ન ટકાવી રાખવાનો એક માત્ર ઈલાજ છે.

 

લોકોની માનસિકતા

આજકાલ વોટિંગ સમયે જેટલી ભીડ જોવા નહી મળે એટલી ભીડ મોટા ભાગના સમાચાર પત્રો સાથે મળતી ગેરેન્ટેડ ગીફ્ટ લેવા માટે જમા કરાવવા પડતા કુપનવાળા ફોર્મ વખતે હોય છે.

એટલે જ ભારતમાં વોટ, નોટથી ખરીદી શકાય છે અને પાછળથી જે તે ચૂંટાયેલા નેતા પર દોષારોપણ  કરવાની લોકોની માનસિકતા હવે આદત બની ગયી છે.

જય ભારત!!

ગુજરાતી જોક્સ VIII

ઓક્ઝિમોરોન

ઓક્ઝિમોરોન એટલે શું?

જે બે ચીજો એકબીજાથી સાવ વિરુદ્ધ પ્રકારની હોય એવા બે શબ્દોને સાથે વાપરો તો એને ઓક્ઝિમોરોન કહેવાય, તો લો આવા ઓક્ઝિમોરોન વાંચો…

૧) મને તમે એકઝેટ  એસ્ટીમેટ આપો !

૨) તમારી ટાંકી ‘ફુલ્લી એમ્પ્ટી’ છે!

૩) સાહેબ તમારી કલીઅર ‘મિસઅંડરસ્ટેન્ડિંગ’ થાય છે!

૪) ભારતમાં ‘વર્કિંગ ગવર્મેન્ટ’ છે

૫) ઘણા પુરુષો ‘હેપ્પીલી મેરીડ’ હોય છે.

શાદી કબ હોગી?

છોકરા છોકરી એકબીજાને જોઈ લીધા પછી વડીલો વચ્ચે લગ્નની વાતો  ચાલી રહી છે.

લડકેવાલે : લડકી હમે પસંદ હે, શાદી કબ કરેંગે?

લડકીવાલે : લડકી અભી પઢ રહી હૈ.

લડકેવાલે : હમારા લડકા ભી બચ્ચા થોડા હૈ જો  કિતાબે ફાડ દેગા? 😛

વન લાઈનર્સ (બુધવારની બપોરેમાંથી)

૧) આપની મોટી બદનસીબી એ નથી કે નિશાન બહુ ઊંચું તાકીએ છીએ અને ચુકી જઈએ છીએ, પ્રોબ્લેમ એ છે કે, નિશાન નીચું રાખીએ છીએ અને તાકી શકીએ છીએ.

૨) બે પ્રકારના લોકો કાયમ નિષ્ફળ જાય છે. એક તો જેઓ કોઈનું સંભાળતા નથી અને બીજા જેઓ બધાનું સાંભળે છે.

૩) આ જમાનામાં આપણે હજી પરમેશ્વરને કેમ માનીએ છીએ??

કારણકે, ‘ગૂગલ’ માં બધા સવાલોના જવાબ નથી મળતા. 😉 (this one i got as an SMS)

૪) સારો Accountant એને કહેવાય જેનું માથું ભઠ્ઠીમાં અને પગ બરફની પાટ ઉપર હોય, છતાં રીપોર્ટ આપી શકે કે, ‘એકંદરે વાતાવરણ સારું છે’ 😀

૫) પત્નીને ખુશ રાખવાના બે રસ્તા છે:

એક તો, એને એવું લાગવા દો  કે, બધું કામ એ જ કરે છે..

અને બીજું, બધું કામ એને જ કરવા દો. 😉

૬) ઓફીસમાં કોરાકટ ટેબલનો મતલબ એ છે કે, ખાના ખીચોખીચ છે 😉

૭) “શી ખાત્રી તમે શરત મારવાનું છોડી દેશો?”

મારી જુઓ શરત

૮) “હું હમેશા સાચો હોઉં છું” એ સિવાયના મારા બધા ઓપીનીયનો બદલાતા રહેશે.

૯) ઊંઘવાની ગોળી અને જુલાબની ગોળી એક જ રાત્રે ન લેવાય.

૧૦) તમે બહુ ખુલ્લા મનના છો, બહુ આઈડિયા બહાર નીકળી જાય છે.

૧૧) “ભાઈ.. આ તો એક રમત છે ” એવું જીતનારી ટીમવાળા કદી નથી કહેતા!

૧૨) પુરુષ હમેંશા સ્ત્રીનો પહેલો પ્રેમ બનવા માંગે છે અને સ્ત્રી ઈચ્છે છે કે તે પુરુષની  બસ આખરી પ્રેમિકા હોય !

૧૩) તમે એકલતા અનુભવતી વખતે એકલા હો, ત્યારે બહુ ખરાબ કંપનીમાં આવી ગયા કહેવાઓ!

ગુજરાતી જોક્સ VII (સ્માઈલ પર સર્વિસ ટેક્ષ નથી )

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય?

વિચારો…

વિચારો…

હજી વિચારો છો ?

ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?? 😀

સ્વચ્છતા અભિયાન

સમાજસેવક એક રેસ્ટોરેન્ટમાં નાસ્તો કરવા ગયા. નાસ્તો કરતાં કરતાં એમણે અચાનક મેનેજરને બોલાવીને કહ્યું “તમારી રેસ્ટોરેન્ટમાં આજ કાલ સ્વચ્છતા પર બહુ ધ્યાન આપવામાં આવતું લાગે છે?

મેનેજર બહુ ખુશ થઇને કહેવા લાગ્યા, ‘ જી સાહેબ, તમને શી રીતે ખ્યાલ આવી ગયો?’

‘બધી જ વાનગીઓમાંથી સાબુનો  સ્વાદ આવે છે!’ 😀

બંતાને મેસેજ

બનતા ઓફીસમાં આવ્યોં ત્યારથી બહુ ખુશ દેખાતો હતો.

સંતાએ પૂછ્યું , ‘ક્યાં બાત હૈ , આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’

બંતા: ‘ અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ ‘ આઈ લવ યુ’ કે મેસેજ આ રહે હૈ!’

સંતા: ‘અચ્છા? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ?’

બંતા: કુછ નહિ..આજ મેં મેરી બીવી ક મોબાઈલ લાયા હું ના !’

We human discriminate our selves by cast, colour, region, language, culture and social status still we all smile in the same language.

You don’t know you can make somebody’ day.  Keep Smiling!! 🙂

ગુજરાતી જોક્સ VI

 

ખોવાયેલી ચેકબુક

બન્તા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’

મેનેજરે કહ્યું, ‘ધ્યાન રાખજો, કોઈ પણ માણસ  એના પર તમારી સહી કરી શકે છે.’

બન્તાએ  છાતી કાઢીને કહ્યું, ‘ એની  બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે!’ 😀

બેટી કા હાથ

સન્તાએ એક દિવસ હિંમત કરીને એક પઠાણ આગળ જઈને કહી દીધું, “મેં આપકી બેટી કા હાથ માંગને આયા હૂં!”

પઠાણ એવો ચિડાયો કે સન્તાને ધનાધન ધનાધન મારીને ધોઈ નાંખ્યો. સન્તા માંડ માંડ જમીન પર બેઠા થતાં બોલ્યો:

“ઓ .કે., તો ફિર મેં આપ કી નાં સમઝુ ?”

ગજબ કી ફિલ્મ

એક તોતડો લેખક હતો.

એ એક પ્રોડ્યુસર પાસે ગયો. એણે પ્રોડયુસરને પોતે લખેલી એક ફિલ્મની સ્ટોરી સંભળાવી..

સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહી..

પૂરી થઇ ગયા પછી પ્રોડ્યુસર તોતડા લેખકને ભેટી પડ્યો, ‘ક્યા ગજબ કી સ્ટોરી હૈ! ફિલ્મ કે સારે કિરદાર તોટલે હૈ!!’

મનોચિકિત્સક

મનોચિકિત્સક કોને કહેવાય?

– એક એવો માણસ જે ખુબ મોટા પૈસા લઈને તમે કેવા છો એવું વર્ણન આપે છે, જે તમારી પત્ની તમને રોજ મફતમાં આપતી હોય છે! 😛

એક હકીકત

જે લોકો  મોંઘા ભાવની પાવરફુલ ૨૨૫ સીસીની ‘કરીઝમા બાઈક અથવા ૩૫૦ સીસીના પાવરફુલ ‘રોયલ એનફિલ્ડ’ મોટરસાઈકલ ખરીદીને ફરતા હોય છે એમને મોટેભાગે ભર ટ્રાફિકમાં ૮૦ સીસીના ‘સ્કુટી પેપ’ ની પાછળ જવું પડતું હોય છે! 😀

અમૂલ્ય…!

નોટબુક: ૩૦ રૂપિયા

રીફીલ : ૦૩  રૂપિયા

પેન્સિલ: ૨ રૂપિયા

કમ્પાસ બોક્સ: ૪૦ રૂપિયા

સ્કુલબેગ: ૧૫૦ રૂપિયા

સ્કુટી: ૨૮૦૦૦ રૂપિયા

…પણ હોમવર્ક ના કર્યું હોય ત્યારે ક્લાસની બહાર આરામથી ઊભા રહેવાનો આનંદ: અમૂલ્ય ! 😉

– ધેર આર સુમ થીન્ગ્સ મની કાંટ બાય… 😀

પીડાની હદ

પીડાની પરાકાષ્ઠા શું છે?

એક જ હાથ હોય એવો માણસ ખીણની ધાર પર હાથ વડે લટકી રહ્યો છે..અને એની પૂંઠ પર સખત ખંજવાળ ઊપડી છે!

મોતની પરાકાષ્ઠા શું છે?

એણે પોતાની પૂંઠ ખંજવાળી લીધી! 😀

ભવિષ્યવાણી

જ્યોતિષીએ એક યુવાનનો હાથ જોઇને કહ્યું “બેટા, તું ખુબ ભણીશ.”

યુવાને કહ્યું “એ તો છેલ્લા પાંચ વરસથી બારમામાં ભણું છું! મને એ કહો, કે હું પાસ ક્યારે થઈશ?”

— બદલા જો વક્ત, વક્ત કિ રફતાર બદલ ગઈ

સુરજ ઢલા તો શામ કિ સુરત બદલ ગઈ

એક ઉમ્ર તક હમ ઉનકી જરૂરત બને રહે..

ફિર યું હુઆ કે ઉનકી જરૂરત બદલ ગઈ!

એન્જોય.. 🙂