જોક્સ

ન બોલ્યામાં…

મૌનના ફાયદા મહાન છે. જો તમે મોં બંધ રાખવાનું શીખી લેશો તો..એક દિવસ વડાપ્રધાન બનવાનો ચાન્સ છે!

ફાઈનલી એક વર્ષ પછી કંઇક પોસ્ટ કરી રહ્યો છું.

ગુજરાતી જોક્સ XI

હાથમાં સરકાર

સંતા : (નશામાં ડોલતો) “અગર મેરે હાથ વિચ સરકાર હોવે, તો મૈ દેશ કી તકદીર બદલ દાવંગા!”

સંતાની પત્ની: “ઓયે કન્જરા, પહલે અપના પજામા તા બદલ લે, સવેરે સે મેરી સલવાર પે ફીરશ!”

મૂંગી ફિલ્મ

પ્રોફેસર : પહેલી મૂંગી હિન્દી ફિલ્મ કઈ હતી?

સ્ટુડન્ટ : સાહેબ, હિન્દીમાં હોય તો મૂંગી કેવી રીતે હોય?

ત્રણ દાંત

કડકાસિંહના ત્રણ દાંત તૂટી ગયા.

ડોક્ટરે પૂછ્યું ‘શી રીતે તૂટ્યા?’

કડકાસિંહ કહે ‘ઈ તો મારી બૈરીએ બનાવેલી સુખડી ખાવા ગયો ને, ઈમાં તૂટ્યા!’

ડોક્ટર કહે : ‘ના પાડવી જોઈએ ને’

કડકાસિંહ કહે : ‘તો બત્રીસ તૂટી ગયા હોત!’

ડીજેની ટાઈમલાઈન

સંતા અને બંતા પટિયાલાના એક લગ્નમાં ડિજે બની ગયા.

મ્યુઝિક સિસ્ટમનાં સ્પીકરો ગોઠવીને એમને પૂછ્યું: ‘કબ તક બજાના હૈ?’

‘અબે આઠ દસ પેગ પી જાયે તબ તક બજાના, ઉસકે બાદ તો યે સબ જનરેટર કી આવાજ પર ભી નાચતે રહેંગે..!’

શાકભાજી પર પાણી

સંતા શાક ખરીદવા ગયો.

દુકાનવાળો શાકભાજી પર પાણી છાંટી રહ્યો હતો.

ઘણી વાર થઇ ગઈ એટલે સંતા ચિડાયો: ‘ અબે, સબ્જી કો હોશ આ ગયા હો તો એક કિલો દે દે !’

————————————————————–

“WAS IT A CAR OR A CAT I SAW”

If you read it backwards..it will read the same! 😉

 

Enjoy.. 🙂

ગુજરાતી જોક્સ VIIII

એવું કેમ?

એક પાર્ટીમાં બિલાડી અને હાથી એક બીજાને મળ્યા.

બિલાડીએ હાથીને પૂછ્યું, “તારી ઉંમર કેટલી છે?”

હાથી : પાંચ વરસ

બિલાડી : લાગતું નથી, આવું કેમ?

હાથી : બીકોસ આઈ એમ અ કોમ્પલાન બોય!

પછી હાથીએ બિલાડીની ઉંમર પૂછી.

બિલાડીએ કહ્યું : ૩૦ વરસ.

હાથીએ કહ્યું: એવું કેમ?

બિલાડી : એવરયુથ! ચેહરે સે ઉમ્ર કા પતા હી  નહી ચલતા.

બન્તા કા બચ્ચા

બન્તાને જ્યારે જેલની સજા થઇ ત્યારે એનો બાબો માત્ર બે વરસનો હતો.

છ વરસ પછી બન્તા જ્યારે જેલમાંથી છુટીને સીધો સ્કુલમાં ગયો.

અંદર ક્લાસમાં જતાંની સાથે જ એ પોતાના છોકરાને ઓળખી ગયો.

શી રીતે?

કારણ કે આખા ક્લાસમાં એ એક જ છોકરો એવો હતો કે જ્યારે સર પાટિયા

પર લખેલું લખાણ ભૂંસતા હતા ત્યારે આ છોકરો નોટમાં લખેલું લખાણ

રબરથી ભુંસતો હતો.

લતીફા

‘અબ્બુ, કોલેજમાં બધા મારા કરતાં સારા છે.’

‘કઈ બાબતમાં?’

‘ભણવામાં, રમતગમતમાં , દેખાવમાં અને ઇવન લડકિયાં પતાવવામાં…’

‘દિલ છોટા ન કર પુતર, તારી લઘુતાગ્રંથી બધાથી ચડિયાતી છે.’ 😉

 

“રાજકારણ એક એવી કળા છે જેના દ્વારા લોકોના પ્રશ્નો

બખૂબી ટલ્લે ચડાવાય.”

 

હસતાં રહો 🙂

આને શું કહેવું?

વ્યક્તિ ૧: આ ઘર સળગી રહ્યું છે.

વ્યક્તિ ૨: એમાં મારે શું?

વ્યક્તિ ૧: તમારું સળગી રહ્યું છે.

વ્યક્તિ ૨: એમાં તારે શું?

આ છે આજના માણસનું માનસ, જીવો જિંદગી દિલથી 😉