ફેસ્ટિવલ

પ્રદર્શન અને મેળાઓનો મહિનો

 

ફૂડ ફેસ્ટિવલ ‘સાત્વિક’ જાન્યુઆરી- ૨૦૧૬

  • આ વખતે ફૂડ ફેસ્ટિવલ IIMનાં નવા કેમ્પસમાં હતો જેમાં સહ કુટુંબ જવાનો મોકો મળ્યો. વિવિધ વાનગીઓ ચાખવામાં આવી. લોકોને અહીં પણ વડાપાંઉ તેમજ પાઉંભાજી જેવી વાનગીઓ જે બજારમાં સહેલાઈથી મળે છે એ ખાતા પણ જોયા અને ખુબ નવાઈ લાગી.
  • જે લોકોએ સ્ટોલ કરેલા એમને પણ વિસરાતી વાનગીને નામ મનફાવે એમ વિવિધ વાનગીઓનો ભાવ રાખેલો અને શોખીન અમદાવાદીઓએ પણ વધારે ભાવ આપીને જ્યાં ભીડ વધારે હોય ત્યાંથી વાનગીઓ ટ્રાય કરી છે.
  • અવનવી વાનગીઓ ટ્રાય કરવાની ખુબ મજા આવી. બધી વાનગીઓમાં એક સ્પેશિઅલ વાનગી હતી લિટ્ટી ચોખા.
  • લિટ્ટી ચોખા એ બિહાર અને ઝારખંડની પરંપરાગત વાનગી છે. પહેલા ક્યારેય ટ્રાય કરેલો ના હોવાથી, રૂપિયા ખર્ચીને ટ્રાય કર્યો તો ખબર પડી કે રૂપિયા પાણીમાં ગયા. કદાચ બનાવતાં નહિ આવડયું હોય એમ માની લેવું પડે. તમે ટ્રાય કરતાં પહેલાં કોઈને પુછી લેજો.

ફ્લાવર શો – ૨૦૧૬

  • આ વખતે પહેલી વાર ફ્લાવર શો માં ગયો એ પણ ફેમિલી સાથે અને ખુબ મજા આવી. ફ્રી હોવાથી ભીડ ખુબ હતી.
  • અમે જ્યારે ગયા ત્યારે છેલ્લો દિવસ હોવાથી અમને બધા જ આકર્ષણ જોવા મળ્યા જ્યારે મિત્રોની એવી ફરિયાદ હતી કે જ્યારે તે લોકો ગયા ત્યારે અમુક આકર્ષણ ડેકોરેટ થયા નહોતા.
  • જુઓ નીચે આપેલા આકર્ષણો:

 

કાઈટ ફેસ્ટિવલમાં જવાનો મોકો મળ્યો નહિ જેનો આવતા વર્ષે લાભ લેવામાં આવશે.

તમારો અનુભવ કેવો રહ્યો?

Advertisements