ગુજરાતી

અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ નું ઓનલાઇન પેમેન્ટ શક્ય છે.

જયારે “ahmedabad municipal corporation property tax online payment” ગુગલ કરીએ તો નીચે આપેલી વેબસાઈટની લિંક ગુગલના સર્ચનાં પરિણામમાં સૌ પ્રથમ ઉપર હોય છે.

www.egovamc.com

પરિણામમાં નીચે આપેલી લિંક પણ હોય છે.

http://www.egovamc.com/property_tax/frmDuesPaid.aspx?sno=PropertyTax

આપેલી લિંક પર જઈને ટેનામેન્ટ નંબરથી  સર્ચ કરીએ તો પણ એરર આવે છે પરંતુ આ જ વેબસાઈટમાં સર્વિસ ટેબમાં પ્રોપર્ટી ટેક્ષની લિંક આપેલી છે.

AMC Menu

આપેલી લિંક ક્લિક કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલની બીજી જ વેબસાઈટ ખુલે છે જેની લિંક નીચે આપેલી છે.

http://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewSearchPage&queryType=Select&screenId=1400004

આ વેબસાઈટ પર ટેનામેન્ટ નંબરથી સર્ચ કરીએ તો પ્રોપર્ટીની બધી ડીટેઇલ મળે છે જેમાં પેમેન્ટ માટેની લિંક પણ હોય છે. જેના થકી પેમેન્ટ કરી શકાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ધ્યાનમાં આ વાત આવે તો લોકોને પડતી અગવડ દુર થઇ શકે.

ન બોલ્યામાં…

મૌનના ફાયદા મહાન છે. જો તમે મોં બંધ રાખવાનું શીખી લેશો તો..એક દિવસ વડાપ્રધાન બનવાનો ચાન્સ છે!

ફાઈનલી એક વર્ષ પછી કંઇક પોસ્ટ કરી રહ્યો છું.

જાણવું સારું

જાણવું સારું એ ગુગલનું ઈન્ટરનેટ વિષે જાગૃતિ લાવવાનું અભિયાન છે.

જો આપે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની શરુઆત જ કરી છે  પણ અમુક ટેકનીકલ સમસ્યાઓના લીધે કે આપની વય મર્યાદાને લીધે યુવાનોને પૂછતાં ખચકાતાં હો અને નિરાશ થયા છો, તો આપેલી લિંક પર જાઓ અને જાણો ગુગલ તમને કઈ રીતે મદદરુપ થઇ શકે છે.

તમે વિવિધ ટેકનીકલ શબ્દો જાણી શકશો જે તમને ઇન્ટરનેટનો સારી  રીતે ઉપયોગ કરવા સક્ષમ બનાવશે તેમજ ઈન્ટરનેટ પર સુરક્ષિત  કેમ રહેવું તેના વિવિધ પાસાં પણ જાણી શકશો.

ગુગલ તમારો મિત્ર તેમજ ઇન્ટરનેટની દુનિયાનો પ્રવેશદ્રાર છે.

Courtesy : કાર્તિકભાઈની બ્લોગ અપડેટ

મૃત્યુ

થોડા સમય પહેલાં એક સ્વજનની અંતિમવિધિમાં જવાનું થયું. આ મારો પ્રથમ અનુભવ હતો અને હું કદાચ લાગણીથી એમનાથી જોડાયેલો હતો એટલે કે બીજા કોઈ કારણોસર
મને એક અલગ જ લાગણીની અનુભૂતિ થઇ હતી. જો મૃત્યુ જ જીવનનું સત્ય હોય તો લોકો જિંદગી જીવવામાં આટલા ધમપછાડા કેમ કરતાં હોય છે. ખોટું બોલવું, બીજાની ઈર્ષા
તેમજ નિંદા કરવી, ભ્રષ્ટાચાર કરીને લોકોને તેમજ ખુદને લોકો બેવકૂફ કઈ રીતે બનાવતા હોય છે. કોઈ ઓળખીતી વ્યક્તિ સામે મળે તો ‘સ્માઈલ’ આપવાની દરકાર પણ લોકો
નથી કરતાં હોતા.

લોકોએ એ અંતિમવિધિ પણ એક કામની જેમ જ પૂરી કરી હતી જાણે અત્યાર સુધી જે નથી ઉકાળી શક્યા તે હવે ઉકાળી લેવાના હોય. જિંદગી જો આવી જ હોય, એના કરતાં
તો મૃત્યુ જ સારું. મૃત્યુ પછી જાણે બધું જ સ્થિર થઇ જાય છે, એક શૂન્યવકાશ.

 

અપડેટ : મને જે લાગણી થઇ તેને સ્મશાન વૈરાગ્ય કહેવાય અને મોટા ભાગના લોકોને એવો અનુભવ થતો હોય છે, પણ વ્યવહારિક જીવનના આવેગો એટલા તીવ્ર હોય છે કે લોકો ફરી પાછા રુટીન માં લાગી જાય છે અને જ્યારે હું હજી પણ એવી લાગણી ધરાવું છું કદાચ એ જ મારા માટે સારું હશે.

ગુજરાતી જોક્સ VIIII

એવું કેમ?

એક પાર્ટીમાં બિલાડી અને હાથી એક બીજાને મળ્યા.

બિલાડીએ હાથીને પૂછ્યું, “તારી ઉંમર કેટલી છે?”

હાથી : પાંચ વરસ

બિલાડી : લાગતું નથી, આવું કેમ?

હાથી : બીકોસ આઈ એમ અ કોમ્પલાન બોય!

પછી હાથીએ બિલાડીની ઉંમર પૂછી.

બિલાડીએ કહ્યું : ૩૦ વરસ.

હાથીએ કહ્યું: એવું કેમ?

બિલાડી : એવરયુથ! ચેહરે સે ઉમ્ર કા પતા હી  નહી ચલતા.

બન્તા કા બચ્ચા

બન્તાને જ્યારે જેલની સજા થઇ ત્યારે એનો બાબો માત્ર બે વરસનો હતો.

છ વરસ પછી બન્તા જ્યારે જેલમાંથી છુટીને સીધો સ્કુલમાં ગયો.

અંદર ક્લાસમાં જતાંની સાથે જ એ પોતાના છોકરાને ઓળખી ગયો.

શી રીતે?

કારણ કે આખા ક્લાસમાં એ એક જ છોકરો એવો હતો કે જ્યારે સર પાટિયા

પર લખેલું લખાણ ભૂંસતા હતા ત્યારે આ છોકરો નોટમાં લખેલું લખાણ

રબરથી ભુંસતો હતો.

લતીફા

‘અબ્બુ, કોલેજમાં બધા મારા કરતાં સારા છે.’

‘કઈ બાબતમાં?’

‘ભણવામાં, રમતગમતમાં , દેખાવમાં અને ઇવન લડકિયાં પતાવવામાં…’

‘દિલ છોટા ન કર પુતર, તારી લઘુતાગ્રંથી બધાથી ચડિયાતી છે.’ 😉

 

“રાજકારણ એક એવી કળા છે જેના દ્વારા લોકોના પ્રશ્નો

બખૂબી ટલ્લે ચડાવાય.”

 

હસતાં રહો 🙂

ગુજરાતીમાં બ્લોગિંગ

મિત્રો આપણામાંથી ઘણા લોકો ગુજરાતીમાં બ્લોગિંગ કરે છે અને એ માટે તેઓ ઈન્ટરનેટ પર મળતી સેવાઓ નો ઉપયોગ કરે છે જેવી કે ગુજરાતી ટાઇપ પેડ જે મેં મારા બ્લોગ પર ઈન્ટરનેટ સર્વિસના મથાળા હેઠળ મૂકેલ છે. આ એકદમ સહેલું છે એવા લોકો માટે જેમને ઈન્ટરનેટ પરની સેવાઓ વિષે ખ્યાલ છે અથવા જેમને સારી ઈન્ટરનેટ સ્પીડ મળી રહે છે.

આજે બે એવી પ્રોડક્ટ્સની વાત કરવી છે જે તમને તમારા વિચારો ઈન્ટરનેટ પર તમારી પોતાની ભાષામાં રજૂ કરવા મદદરૂપ થઇ શકે તેમ છે. એક છે માઈક્રોસોફ્ટ લાઈવ રાઈટર અને બીજી છે ગુગલ ગુજરાતી ઇનપુટ.

માઈક્રોસોફ્ટ લાઈવ રાઈટર બધી બ્લોગિંગ સર્વિસીસ, જેવી કે બ્લોગર, વર્ડપ્રેસ, ટાઈપપેડ સાથે સરસ રીતે કામ કરે છે. એક વખત તેને ડાઉનલોડ કર્યા પછી તે તમારા બ્લોગની થીમ ડાઉનલોડ કરી દેશે જેથી જ્યારે પણ તમે ઓફલાઈન બ્લોગ પોસ્ટ લખતાં હોય તો પણ તમે ઓનલાઈન જ લખતાં હોવ એવી અનુભૂતિ કરાવે છે. તમે તમારી પોસ્ટ ડ્રાફ્ટ તરીકે પણ સેવ કરી શકો છો અને આના જેવી જ બીજી કેટલીક ઉપયોગી સેવાઓ છે જે તમે એક વખત ઉપયોગ કરશો એટલે ખ્યાલ આવી જશે. 😉

ગુગલ ગુજરાતી ઇનપુટ ડાઉનલોડ કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરવા માટે અહીં આપેલી સુચનાઓ અનુસરો અને ઇન્સ્ટોલ થઇ ગયા પછી નીચે દર્શાવેલી રીતે તમારી ભાષા પસંદ કરો અને તમારા વિચારો બ્લોગ પોસ્ટ રૂપે રજૂ કરો.

languagesel

આ છે મારા બ્લોગની થીમ માઈક્રોસોફ્ટ લાઈવ રાઈટરમાં

theme

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થઇ પડશે !! 🙂

 

હસતા રહો!!  🙂 (જો કે આ પોસ્ટમાં હસવા જેવું કંઇ નથી 😛 )

Edit : ઇન્સ્ટોલ કરવાની લિંક મુકવાની રહી ગઈ હતી 😀

દેડકાનો કૂદકો

એક યુવાન દેડકો કુવામાંથી બહાર આવવા માટે કૂદકો લગાવી રહ્યો હતો.

આ જોઇને બીજા કેટલાક ઘરડા દેડકાઓ બુમો પાડવા લાગ્યા “નહિ થાય”, “નહિ થાય”.
આવું કેટલીક વખત બન્યું, છતાં પણ યુવાન દેડકાએ પ્રયત્ન ચાલુ રાખ્યો અને છેવટે તેને સફળતા મળી ગયી કારણ કે તે દેડકો બહેરો હતો. 😀

આવું ઘણી વખત આપણી સાથે પણ થાય છે અને આપણે બીજાના મંતવ્યો સાંભળીને આપણા પ્રયત્નો બંધ કરી દઈએ છીએ, શું આપણે એવું કરવું જોઈએ??

એના માટે બહેરા હોવું જરૂરી નથી પણ એ જ વિશ્વાસ સાથે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.

मौत के डर से जीना छोड़ दीया तो वो ज़िन्दगी किस काम की

ગુજરાતી

એક યહૂદી, એક ડચ અને એક ગુજરાતી- ત્રણ વેપારીઓ એન્ટવર્પની હોટલમાં એક ટેબલ પર આવી ગયા. વટ પાડવા માટે વલંદાએ(ડચે) એકસો ડોલરની નોટ કાઢી તેમાં તમાકુ ભરી સિગાર બનાવી પીધી. તે જોઈ યહૂદીએ હજાર ડોલરની નોટની સિગાર બનાવી. આ બંનેની સામે વટ પાડવા ગુજરાતીએ દસ હજાર ડોલરનો ચેક લખી તેની સિગાર બનાવીને પીધી. 😉

હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ શું કરે?
બ્રિટિશર ઊભો થઈ મેનેજમેન્ટને ફરિયાદ કરી જતો રહે.ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે. મંદીના મારમાં સપડાયેલો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય. દેડકાં-સાપ ખાનાર ચીનો પહેલા માખી ખાઈ જાય પછી ચા પી જાય. આ સમયે જગતનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી ગુજરાતી હોટેલનું બિલ ભરીને પછી મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે. પછી નવી ચા મંગાવે અને બ્રિટિશરે તરછોડેલી ચાનો કબજો મેળવી માખી ચીનાને વેચી દે, ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચે અને પછી વેચાણ અને નુકસાનીનું વળતર ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય. 😀

ગુજરાતી માત્ર શ્રેષ્ઠ વેપારી નહિ તેથી પણ વિશેષ છે, તેમ છતાં ગુજરાતીઓની બોલીવુડની ફિલ્મોમાં ઉડાવવામાં આવે છે. આજકાલની સિરીયલોમાં પણ એ પ્રકારનું જ બતાવવામાં આવે છે. તેમાં જેમ બતાવવામાં આવે છે, ગુજરાતીઓ તેટલા બુધ્ધુઓ નથી હોતા. ગુજરાતીઓ ચીપી-ચીપીને નથી બોલતા કે નથી તેઓ વાતવાતમાં ગરબા રમવાની પહેલ કરતાં. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે તથા ગુજરાતી સંસ્ક્રુતિનો એક ભાગ છે. માત્ર પોતાની સિરીયલના ટીઆરપી વધારવા માટે કે સિરીયલ/ ફિલ્મને સસ્તી લોકપ્રિયતા મળે તે માટે આવું ન કરવું જોઈએ.

કેમ ક્યારેય પંજાબી, મરાઠી પ્રજાની સંસ્કુતિની મજાક નથી ઉડાવવામાં આવતી, કારણ કે જો એવું કરવામાં આવે તો ખરાબ પરિણામ આવવાની શકયતાઓ રહેલી છે. ગુજરાતની પ્રજાએ પણ બીજા રાજ્યો જોડેથી શીખ લેવાની જરૂર છે અને ખરેખર આવા લોકોને વાસ્તવિકતાનું ભાન કરાવવાની જરૂર છે.