Gujarati

ન બોલ્યામાં…

મૌનના ફાયદા મહાન છે. જો તમે મોં બંધ રાખવાનું શીખી લેશો તો..એક દિવસ વડાપ્રધાન બનવાનો ચાન્સ છે!

ફાઈનલી એક વર્ષ પછી કંઇક પોસ્ટ કરી રહ્યો છું.

ગુજરાતી જોકસ XVI

ઐશ્વર્યાને જોઈ?

તમે ઐશ્વર્યાના લેટેસ્ટ ફોટા જોયા? કેવી પીપ જેવી લાગે છે.

– એક જમાનામાં દરેક પુરુષ ઈચ્છતો હતો કે એની વાઈફ ઐશ્વર્યા જેવી લાગતી હોય.. પણ આજે હાલત એ છે કે ઐશ્વર્યા દરેક પુરુષની વાઈફ જેવી લાગે છે!

બ્રેક-અપ

બંતાને એની ગર્લફ્રેન્ડ જોડે બ્રેક-અપ કરવું હતું, તો બન્તાએ છોકરી આગળ છ બોલ નાંખ્યા.

છોકરી: યે ક્યા હૈ?

બંતા: ઈટ્સ ઓવર!

બ્રેક-અપ પછી

છોકરી: નાલાયક! મેં તને ગીફ્ટમાં જે ચેઈન, ઘડિયાળ, ગોગલ્સ, ડીઓ, જીન્સ, ટી-શર્ટ આપ્યાં હતાં એ બધાં પાછાં લાવ!

છોકરો: ઠીક છે. તું પેટ્રોલ પાછું આપી દે!

ફોટોગ્રાફી

પત્ની: શું વાત છે? સવારથી મારા ફોટો પર ફોટો પાડવા માંડ્યા છો?

પતિ: ખાસ કશું જ નથી. આજે મને વાઈલ્ડ-લાઈફ ફોટોગ્રાફી કરવાનું મન થયું છે!

શોપિંગ જ્ઞાન

એવી કઈ ચીજ છે જે ખરીદનાર કદી પહેરતો નથી અને પહેરનાર કદી ખરીદતો નથી?

……

– હગીઝ!!

અતિ આનંદ

સન્તાના હોઠ દાઝી ગયા હતા. બન્તાએ પૂછ્યું “ક્યા હુઆ?”

“અરે યાર, બીવી કો સ્ટેશન છોડને ગયા થા, તો ખુશી કે મારે એન્જીન કો ચૂમ લિયા!!”

ઇન્ટેલીજન્ટ જવાબ

ટીચર: બતાઓ, ‘એ’ કે બાદ ક્યા આતા હૈ?

સન્તા: (અડધો કલાક વિચાર્યા પછી)..ક્યા બોલતી તૂ!

હોરર સ્ટોરી

એક્ઝામની આગલી રાત્રે…

હોસ્ટેલની રુમમાં પંખાનો કીચુડ કીચુડ અવાજ…

લોબીમાં કોઈના ચાલવાના પગલાંની હલચલ…

અચાનક દરવાજા પર ઠક ઠક…

બિચારા સ્ટુડન્ટે ડરતાં ડરતાં દરવાજો ખોલ્યો.

સામે ઊભેલાએ ભારે અવાજમાં સવાલ કર્યો…

– ‘નાસ્તો છે?’

એર હોસ્ટેસ

એરપોર્ટ પર એક કાફેમાં બેઠેલા એક હેન્ડસમ પુરુષ સામે એક ખુબસુરત છોકરી આવીને બેઠી. પુરુષે વિચાર્યું “આ કઈ એરલાઈન્સની એર-હોસ્ટેસ હશે?”

પુરુષે તેનું ધ્યાન ખેંચવા એમિરેટ્સનું સ્લોગન ફટકાર્યું: ‘કિપ ડિસ્ક્વરીંગ…’

પેલીએ ધ્યાન ના આપ્યું, પુરુષે નજીક ખસીને લુફથાન્સા એરલાઈન્સનું સ્લોગન સંભળાવ્યું, ‘રીચિંગ ડેસ્ટિનેશન…’

તોય પેલીએ ધ્યાન ના આપ્યું, પુરુષે હવે થાઈ એરલાઈન્સની લાઈન ધીમેથી બોલી બતાડી ‘ફ્લાય વિથ અસ…’

છતાં કોઈ રિસ્પોન્સ ના મળતાં પુરુષે એ યુવતી તરફ ટીશ્યુ પેપરનો ડૂચો ફેંક્યો..

તરત પેલી ભડકીને બોલી ઊઠી, ‘ હરામજાદે! કોઈ ઔર કામ ધંધા નહીં હૈ ક્યા? ઘર પે માં બહૈન નહીં હૈ ક્યા? ઇધર એરપોર્ટ પે કયું બેઠા હૈ? કિસી કા ડ્રાઈવર હૈ યા ચપરાસી?’

પુરુષ તરત સમજી ગયો, ‘ કિંગ ફિશર એરલાઈન્સ!! રાઈટ?’

નવી મહેનત

એક એન્જિનીયરીંગના સ્ટુડન્ટે આખા સેમિસ્ટરનો સિલેબસ, તમામ ટેક્સ્ટ બુકો અને તમામ પ્રેક્ટીકલની જર્નલ્સ વગેરેનો ત્રણ ત્રણ વાર રીવીઝન સાથે અભ્યાસ કરીને પછી એક્ઝામ આપી…

…વધુ જોકસ માટે આ બ્લોગની મુલાકાત લેતાં રહો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Only in India

Actors play cricket, cricketers play politics, politicians watch porn-movies and porn star become Actors! 😉

ગુજરાતી જોકસ XIV

બિ પોઝિટીવ

જીવનમાં કંઇક પોઝિટીવ નીકળવાની આશા ક્યારે ના રાખવી જોઈએ?

– જ્યારે એચઆઈવીનો ટેસ્ટ આપ્યો હોય ત્યારે!

નર્સ અને બાબો

નર્સે બાબાને તપાસતી વખતે કહ્યું, ‘ચાલો ઊંડો શ્વાસ લો..શ્વાસ મુકો..ઊંડો શ્વાસ લો..શ્વાસ મુકો…

બોલો કેવું લાગે છે?’

બાબો : સુપર્બ! તમારું બોડી સ્પ્રે મસ્ત છે!

ગુજરાતી જોકસ XIII

ઊંઘવાનો ઈલાજ

આજના વિદ્યાર્થીઓ ધ્યાનથી વાંચે :

‘ જો દુનિયાના તમામ શ્રેષ્ઠ સંગીતકારો ભેગા થઈને એવી મધુર ધૂન બનાવે જેનાથી ભલભલાને

ઊંઘ આવી જાય..છતાં પણ “ટેક્સ્ટ બૂક” ને તો નાં જ હરાવી શકે!’

બર્ડ ફ્લુ

બન્તાનો છોકરો છ દિવસ પછી નિશાળે ગયો.

ટીચરે પૂછ્યું, “ક્યાં હતો?”

છોકરો બોલ્યો, “મને બર્ડ ફ્લુ થયો હતો"

ટીચર કહે : “ડફોળ, બર્ડ ફ્લુ કંઇ માણસોને થોડો થાય?”

આ સાંભળતા જ બન્તાનો દીકરો ચોધાર આંસુએ રડતો રડતો ડાયલોગ મારવા લાગ્યો,

‘આપને મુઝે ઇન્સાન સમઝા હી કબ હૈ, સર? રોજ તો મુઝે મુરગા બના દેતે હો..’

લેટેસ્ટ ફિલ્મ

ફિલ્મ : સાત સ્કેમ માફ

કલાકારો : એ. રાજા, સુરેશ કલમાડી, શરદ પવાર, અશોક ચૌહાણ, કરુણાનિધિ, થોમસ, શાહિદ બળવા અને સેંકડો સરકારી અફસરો.

મહેમાન કલાકારો : રતન ટાટા, નીરા રાડિયા

કથા-પટકથા : સીબીઆઈ

અંધ દિગ્દર્શક : મનમોહનસિંહ

પ્રસ્તુતકર્તા: સોનિયા ગાંધી

નિર્માતા: (જેના રૂપિયા વપરાય છે તે) ભારતની ભોળી જનતા

નિદાન

એક ૮૦ વરસના ડોસા ડોક્ટર પાસે જઈને કહેવા લાગ્યા, “મારી ૨૨ વર્ષની પત્ની પ્રેગ્નેન્ટ છે.”

ડોક્ટર કહે, “એક વાર્તા સાભળો. એક વાર એક શિકારી જંગલમાં બંદુકને બદલે છત્રી લઈને જતો રહ્યો. સામેથી વાઘ આવ્યો. શિકારીએ છત્રીમાંથી ગોળી ચલાવી. વાઘ મરી ગયો.”

ડોસા: ” આ તો ઈમ્પોસિબલ છે. ગોળી કોઈ બીજાએ ચલાવી હશે.”

ડોક્ટર: Eggjhectly!! 😀

મૃત્યુ

થોડા સમય પહેલાં એક સ્વજનની અંતિમવિધિમાં જવાનું થયું. આ મારો પ્રથમ અનુભવ હતો અને હું કદાચ લાગણીથી એમનાથી જોડાયેલો હતો એટલે કે બીજા કોઈ કારણોસર
મને એક અલગ જ લાગણીની અનુભૂતિ થઇ હતી. જો મૃત્યુ જ જીવનનું સત્ય હોય તો લોકો જિંદગી જીવવામાં આટલા ધમપછાડા કેમ કરતાં હોય છે. ખોટું બોલવું, બીજાની ઈર્ષા
તેમજ નિંદા કરવી, ભ્રષ્ટાચાર કરીને લોકોને તેમજ ખુદને લોકો બેવકૂફ કઈ રીતે બનાવતા હોય છે. કોઈ ઓળખીતી વ્યક્તિ સામે મળે તો ‘સ્માઈલ’ આપવાની દરકાર પણ લોકો
નથી કરતાં હોતા.

લોકોએ એ અંતિમવિધિ પણ એક કામની જેમ જ પૂરી કરી હતી જાણે અત્યાર સુધી જે નથી ઉકાળી શક્યા તે હવે ઉકાળી લેવાના હોય. જિંદગી જો આવી જ હોય, એના કરતાં
તો મૃત્યુ જ સારું. મૃત્યુ પછી જાણે બધું જ સ્થિર થઇ જાય છે, એક શૂન્યવકાશ.

 

અપડેટ : મને જે લાગણી થઇ તેને સ્મશાન વૈરાગ્ય કહેવાય અને મોટા ભાગના લોકોને એવો અનુભવ થતો હોય છે, પણ વ્યવહારિક જીવનના આવેગો એટલા તીવ્ર હોય છે કે લોકો ફરી પાછા રુટીન માં લાગી જાય છે અને જ્યારે હું હજી પણ એવી લાગણી ધરાવું છું કદાચ એ જ મારા માટે સારું હશે.

ગુજરાતી જોક્સ X

જલતી શાયરી

વો આતી હૈ રોજ

મેરી કબ્ર પર

અપને વો નયે

હમસફર કે સાથ

કૌન કહેતા હૈ

‘દ્ફ્નાને’ કે બાદ

‘જલાયા’ નહિ જાતા ?

શાદી કા જોડા

સન્તા : યાર બન્તા યે શાદી કે જોડે કૌન બનતા હૈ?

બન્તા : ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈ

સન્તા : તબ તો બડી ગલતી હો ગઈ.

બન્તા :  ક્યા હુઆ ?

સન્તા : મેં તો ટેલર કો દે આયા!

worm in an Apple?

What is worse than finding a worm in the apple a just took bite from?

-Finding only half worm!!

Enjoy Rain.. 😉

ગુજરાતી જોક્સ VIIII

એવું કેમ?

એક પાર્ટીમાં બિલાડી અને હાથી એક બીજાને મળ્યા.

બિલાડીએ હાથીને પૂછ્યું, “તારી ઉંમર કેટલી છે?”

હાથી : પાંચ વરસ

બિલાડી : લાગતું નથી, આવું કેમ?

હાથી : બીકોસ આઈ એમ અ કોમ્પલાન બોય!

પછી હાથીએ બિલાડીની ઉંમર પૂછી.

બિલાડીએ કહ્યું : ૩૦ વરસ.

હાથીએ કહ્યું: એવું કેમ?

બિલાડી : એવરયુથ! ચેહરે સે ઉમ્ર કા પતા હી  નહી ચલતા.

બન્તા કા બચ્ચા

બન્તાને જ્યારે જેલની સજા થઇ ત્યારે એનો બાબો માત્ર બે વરસનો હતો.

છ વરસ પછી બન્તા જ્યારે જેલમાંથી છુટીને સીધો સ્કુલમાં ગયો.

અંદર ક્લાસમાં જતાંની સાથે જ એ પોતાના છોકરાને ઓળખી ગયો.

શી રીતે?

કારણ કે આખા ક્લાસમાં એ એક જ છોકરો એવો હતો કે જ્યારે સર પાટિયા

પર લખેલું લખાણ ભૂંસતા હતા ત્યારે આ છોકરો નોટમાં લખેલું લખાણ

રબરથી ભુંસતો હતો.

લતીફા

‘અબ્બુ, કોલેજમાં બધા મારા કરતાં સારા છે.’

‘કઈ બાબતમાં?’

‘ભણવામાં, રમતગમતમાં , દેખાવમાં અને ઇવન લડકિયાં પતાવવામાં…’

‘દિલ છોટા ન કર પુતર, તારી લઘુતાગ્રંથી બધાથી ચડિયાતી છે.’ 😉

 

“રાજકારણ એક એવી કળા છે જેના દ્વારા લોકોના પ્રશ્નો

બખૂબી ટલ્લે ચડાવાય.”

 

હસતાં રહો 🙂